Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી:એશિઝ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડ સામેની સતત બીજી વન ડેમાં હારનો સામનો કરવો પડયો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન રૃટે બે વિકેટ ઝડપ્યા બાદ ૫૮ બોલમાં ચોગ્ગા સાથે અણનમ ૪૬ રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. જીતવામાટેના ૨૭૧ના ટાર્ગેટને ઈંગ્લેન્ડે ૪૪. ઓવરમાં વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. બારિસ્ટોએ ૬૦, હેલ્સે ૫૭ તેમજ બટલરે ૪૨ રન ફટકાર્યા હતા. હવે બંને દેશો વચ્ચેની ત્રીજી વન ડે તારીખ ૨૧મી જાન્યુઆરીએ સીડનીમાં રમાશેટોસ જીતીને બેટીંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ફિન્ચની ૧૦મી સદી સાથે ૧૧૪ બોલમાં ચોગ્ગા અને છગ્ગા સાથે ૧૦૬ રન ફટકાર્યા હતા. જોકે સિવાયના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. મિચેલ માર્શે ૩૬ અને વોર્નરે ૩૫ રનનું યોગદાન આપ્યું હતુ. રૃટ અને રાશિદે બે-બે વિકેટ ઝડપી હતી.જવાબમાં ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ચાર વિકેટ ઝડપી હતી, પણ ઈંગ્લેન્ડની બેટીંગ સામે તે ટીમને જીતાડી શક્યો નહતો.

(5:09 pm IST)