Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

બુમરાહ અને હર્ષદ પટેલ એનસીએમાં કેપ્‍શનમાં લખ્‍યુઃ ‘લેજન્‍ડરી બનો'

નવી દિલ્‍હીઃ ભારતના ઝડપી બોલાર જસપ્રિત બુમરાહ અને હર્ષદ પટેલ આ દિવસોમાં ઇજાના કારણે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. બુમરાહ સાઇડ સ્‍ટ્રેઇન અને હર્ષલ પાંસળીની ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થઇ ગયો હતો. જોકે, બંને ઝડપી બોલરો તેમની ઇજાઓમાંથી સારી રીતે સ્‍વસ્‍થ થઇ અને ટી-૨૦ વર્લ્‍ડ કપ માટે તૈયારીઓ કરી રહ્યા છે. બુમરાહે સોશ્‍યલ મીડિયા પર હર્ષલ સાથેની એક તસવીર પોસ્‍ટ કરી અને એક કેપ્‍શન લખ્‍યું, ‘લેજન્‍ડરી બનો'

(1:10 pm IST)