Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ફુટબોલ વર્લ્‍ડ કપ ૨૦૨૨ કતારમાં યોજાનારા ફુટબોલ વર્લ્‍ડ કપ માટે અત્‍યાર સુધીમાં ૨૪.૫૦ લાખ ટિકિટ વેચાઇ ગઇ : બ્રાઝીલ-કેમટૂન, પોર્ટુગલ- ઉરૂગ્‍વે, જર્મની, કોસ્‍ટારીકા, ઓસ્‍ટ્રેલીયા ડેનમાર્કનીના મેચોની ટિકિટો સૌથી વધુ વેચાણી

નવી દિલ્‍હીઃ ફિફા વર્લ્‍ડ કપ મધ્‍ય પૂર્વમાં     યોજાનાર પ્રથમ ફુટબોલ વર્લ્‍ડ કપ માટે અત્‍યાર સુધીમાં ૨૪.૫૦  લાખ ટિકિટો વેચાઇ છે. ફિફાએ આ માહિતી આપી હતી. ફિફાએ એમ પણ કહ્યું કે ટિકિટ વેચાણના છેલ્લા તબક્કામાં(૫ થી ૧૬ જુલાઇ) ૫ લાખથી વધુ ટિકિટ વેચાઇ હતી. ફિફા વર્લ્‍ડ કપ આ વર્ષે કતારમાં યોજાશે.

ફિફાએ પોતાના નિવેદનમાં એવી ૫ મેચોનો પણ ઉલ્લેખ કર્યો છે જેની સૌથી વધુ ટિકિટો વેચાઇ છે. આ મેચોમાં કેમરૂન વિ બ્રાઝિલ,  બ્રાઝિલ વિ સર્બિયા, પોર્ટુગલ વિ ઉરુગ્‍વે, કોસ્‍ટા રિકા વિ જર્મની અને ઓસ્‍ટ્રેલિયા વિ ડેનમાર્કનો સમાવેશ થાય છે. કતાર અને સાઉદી અરેબિયા અને યુએઇ ના લોકોએ ટિકિટ ખરીદામાં સારો એવો રસ દાખવ્‍યો છે.

ફિફાએ કહ્યું કે કતાર, સાઉદી અરેબિયા, યુએઇ તેમજ યુએસ, મેકિસકો, ઇંગ્‍લેન્‍ડ, આર્જેન્‍ટિના, બ્રાઝિલ, વેલ્‍સ અને ઓસ્‍ટ્રેલિયાના ફુટબોલ ચાહકો   ટિકિટ ખરીદવામા ખૂબ આગળ રહ્યા છે. આ દેશોમાંથી સૌથી વધુ ટિકિટ બુક કરવામાં આવી છે.

ટિકિટ વેચાણનો આગળનો તબક્કો ક્‍યારે છે?

ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૨ માટેની ટિકિટોના વેચાણના કેટલાક વધુ તબક્કાઓ યોજવાના બાકી છે. આગામી સેલ તબક્કાની જાહેરાત  સપ્‍ટેમ્‍બરના અંતમાં કરવામાં આવશે. આ પછી, ‘લાસ્‍ટ મિનિટ સેલ્‍સ ફેઝ'ની શરૂઆત સાથે, ‘ઓવર ધ કાઉન્‍ટર સેલ' પણ દોહામાં શરૂ કરવામાં આવશે.

પ્રથમ મેચ ૨૦ નવેમ્‍બરે રમાશે

ફિફા વર્લ્‍ડ કપ ૨૦૨૨ની પ્રથમ મેચ યજમાન દેશ કતાર અને એકવાડોર વચ્‍ચે ૨૦ નવેમ્‍બરે રમાશે. સામાન્‍ય રીતે ફૂટબોલ વર્લ્‍ડ કપ જૂન-જુલાઇમાં યોજાય છે. પરંતુ આ દરમિયાન કતારમાં ભયંકર ગરમી પડી રહી છે. એટલા માટે નવેમ્‍બરમાં વર્લ્‍ડ કપનું આયોજન કરવામા આવ રહ્યું છે.

(11:47 am IST)