Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

દિપક ચાહરને એશિયા કપમાં ટીમમાં સમાવેશ કરોઃ ચાહકોની માંગ

 

નવી દિલ્‍હી : ભારતીય ફાસ્‍ટ બોલર દીપક ચાહર લાંબા સમયથી ટીમ ઇન્‍ડિયાનો ભાગ નથી. દિપક ચાહર ફેબ્રુેઆરી ૨૦૨૨માં ભારત માટે છેલ્લી મેચ રમ્‍યો હતો, ત્‍યારે હવે દીપક ચાહર ઝિમ્‍બાબ્‍વે સામેની વનડે સિરીઝથી ભારતીય ટીમમાં પરત ફર્યો છે. ગઇ કાલે પ્રથમ વનડેમાં ચાહરે શાનદાર બોલિંગ કરી ઝિમ્‍બાબ્‍વેના ટોપ ઓર્ડર બેટ્‍સનને પેવેલિયન મોકલી દીધા હતા. હવે સોશિયલ મીડીયા પર તેના ચાહકોએ ભારતીય ટીમ મેનેજમેન્‍ટ પાસે એક માંગ કરી છે. એશિયા કપ ૨૦૨૨ માટે ભારતીય ટીમનો ભાગ બને દીપક ચાહર'

ભારતીય ક્રિકેટ ફેન્‍સનું માનવું છે કે, દીપક ચાહર એશિયા કપ ૨૦૨૨ માટે ભારતીય ટીમનો ભાગ હોવો જોઇએ. આ મામલે ફ્રેન્‍સ સોશિયલ મીડિયા પર સતત પોતાના મંતવ્‍યો વ્‍યકત કરી રહ્યા છે,  તમને જણાવી દઇએ કે, એશિયા કપ ૨૦૨૨ માટે ભારતીય ખેલીડીઓના નામની જાહેરાત પહેલા જ કરી દેવામાં આવી છે. જે મુજબ, દીપક ચાહર ત્રણ સ્‍ટેસ્‍ડબાય ખેલાડીઓમાં છે આ સિવાય દિપક ચાહરની સાથે શ્રેયસ અય્‍યર અને અક્ષર પટેલ પણ એશિયા કપ માટે ટીમ ઇન્‍ડિયા માટે સ્‍ટેન્‍ડબાય પ્‍લેયર છે. દીપક ચાહરને પ્‍લેઇંગ ૧૧માં લેવો જોઇએ.

સોશિયલ મીડિયા પર ચાહકોનું માનવું છે કે, દીપક ચાહર એશિયા કપ ૨૦૨૨ની પ્‍લેઇંગ ઇલેવનનો ભાગ હોવો જોઇએ અને સ્‍ટેન્‍ડબાય ખેલાડીઓની યાદીમાં ના હોવો જોઇએ. દીપક ચાહર ફેબ્રુઆરી ૨૦૨૨માં ઇજાગ્રસ્‍ત થયો હતો, જેના પછી તે આઇપીએલ પણ રમી શકયો ન હતો. જોકે,દીપક ચાહરને ટી-૨૦ વર્લ્‍ડ કપની ટીમ માટે પ્રબળ દાવે દાર માનવામાં આવે છે. નોંધનીય છે કે, હાલમાં ભારતીય ટીમ કેએલ રાહુલની કેપ્‍ટનશીપમાં ઝિમ્‍બાબ્‍વે સામે ૩ મેચની વનડે શ્રેણી રમી રહી છે. જેમાથી પ્રથમ મેચમાં ભારતે ઝિમ્‍બાબ્‍વેને ૧૦ વિકેટથી હારવ્‍યું છે.

 

(11:46 am IST)