Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ધવનનો અનુભવ અને યુવા ખેલાડીઓના કોમ્બીનેશન સાથે ટીમ ઈન્ડિયાની મહાજીત

શ્રીલંકા ૨૬૨/૯, ભારતે ૩૬.૪ ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધોઃ કાલે બીજો મેચ

નવીદિલ્હીઃ કેપ્ટન શિખર ધવન અને ઈશાન કિશનની શાનદાર અડધી સદીની મદદથી ભારતે કોલંબોમાં રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં સાત વિકેટે આસાન વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૨ રનનો સ્કોર કર્યો હતો.

શ્રીલંકા તરફથી મળેલા  ટાર્ગેટના જવાબમાં ભારતે ૩૬.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૨૬૩ રન નોંધાવીને મેચ જીતી લીધી. કેપ્ટન ધવન ૮૬ રને અને સૂર્યકુમાર યાદવ ૨૦ બોલમાં ૩૧ રન કરીને નોટઆઉટ રહ્યો. આ પહેલા ઓપનર પૃથ્વી શોએ ૪૩ રન અને ઇશાન કિશને ૫૯ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી દિપક ચાહર, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.

 શ્રીલંકાના ચમિકા કરુણારત્નેએ અણનમ ૪૩ રન ફટકાર્યા હતા અને કપ્તાન દાસુનએ ૩૯ રનની ભાગીદારીથી શ્રીલંકાએ ૫ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૨૬૨ રન બનાવ્યા હતા. ભારત તરફથી દિપક ચાહર અને કુલદીપ યાદવે ૨-૨ વિકેટ લીધી હતી.

(12:54 pm IST)