Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

આફ્રિકા અને આયર્લેન્‍ડ સામેની ટી-૨૦ સિરીઝમાં દ્રવિડની જગ્‍યાએ લક્ષ્મણ કોચ હશે

દ્રવિડ અને સાથી ખેલાડીઓ ઈંગ્‍લેન્‍ડ રવાના થશે

નવી દિલ્‍હીઃ દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ સિરીઝમાં રાહુલ દ્રવિડની જગ્‍યાએ વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્‍ડિયાના કોચ હશે. હાલ લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડમીના વડા છે અને ટીમ ઈન્‍ડિયાને ઈંગ્‍લેન્‍ડના પ્રવાસે પણ જવાનું હોવાથી મુખ્‍ય કોચ રાહુલ દ્રવિડ ટીમ સાથે ત્‍યાંથી રવાના થશે.

બીસીસીઆઈના અધિકારીએ માહિતી આપી કે લક્ષ્મણ દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં મુખ્‍ય કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. ટીમ ઈન્‍ડિયાએ હવે લેસ્‍ટરશાયરમાં વોર્મ- અપ મેચ રમવાની છે. છેલ્લી ટેસ્‍ટ ૨૪ જૂનથી બર્મિંગહામમાં રમાવાની છે. આવી સ્‍થિતિમાં રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્‍ડિયા ૧૫ કે ૧૬ જૂને ઈંગ્‍લેન્‍ડ જવા રવાના થશે અને લક્ષ્મણને દક્ષિણ આફ્રિકા અને આયલેન્‍ડ સામેની ટી-૨૦ સિરીઝ માટે ટીમના મુખ્‍ય કોચ બનાવવામાં આવશે.

(3:00 pm IST)