Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વિશ્વ કપ વિજેતા રોનાલ્ડિન્હોએ ફૂટબોલને કહ્યું અલવિદા

નવી દિલ્હી: બ્રાજિલના વિશ્વ કપ વિજેતા ફૂટબોલર રોનાલ્ડિન્હોએ ફૂટબોલને અલવિદા કહેવાનું એલાન કર્યું છે. છેલ્લા બે વર્ષ પહેલા પેશેવર ફૂટબોલ રમી હતી.

પેરિસ સેન્ટ જર્મન અને બાર્સીલોનના પૂર્વ સ્ટાર રોનાલ્ડિન્હો 2002 વિશ્વ કપ જીતનાર ટીમનો ભાગ રહ્યા છે. તેને અંતિમ મેચ 2015માં ફ્લુમૈનેસે માટે રમી હતી. રોંલ્ડિન્હોએ કેરિયરની શરૂઆત પોર્ટો ઑલેગ્રી સાથે કરી હતી.પરંતુ તેને પ્રસિદ્ધિ ફ્રાન્સની પીએસજી સાથે મેચ રમીને મળી હતી. 2003થી 2008 દરમિયાન તેને બાર્સીલોના માટે મેચ રમી હતી. 2005ના રોનાલ્ડિન્હોને ફીફાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી માટે પસંદ કરવામાં આવ્યો હતો.

(4:55 pm IST)