Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પશ્ચિમ બંગાળની મહિલા શૂટર મેહુલી ઘોષે એક સાથે 8 ગોલ્ડમેડલ જીત્યા

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળની મહિલા શુટર મેહુલી ઘોષે ૬૧મી નેશનલ શુટિંગ ચેમ્પિયનશીપમાં એકસાથે ૮ ગોલ્ડમેડલ જીતી લીધા છે. તિરુવનંતપુરમમાં નેશનલ ગેમ્સ શુટિંગ રેંજ પર યોજાયેલ આ હરીફાઈમાં મેહુલી ઘોષે જોરદાર પ્રદર્શન કર્યુ હતું. તેના આ પ્રદર્શનથી સમગ્ર દેશના શુટિંગજગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તાજેતરમાં જ યુવા ઓલમ્પિક માટે કોટા મેળવનાર મેહુલીએ જુનિયર મહિલા, મહિલા સિવીલીયર્સ અને જુનિયર મહિલા સિવીલીયર્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. આ ત્રણેય સ્પર્ધામાં સિલ્વર મેડલ ગુજરાતની ઈલાવેનિલ વાલારીવનને મળ્યા હતા. આ ઉપરાંત મેહુલીએ મહિલા યુવા વ્યક્તિગત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેમાં ફાઈનલમાં તેણે મધ્યપ્રદેશની શ્રેયા અગ્રવાલને હરાવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે.

(8:28 pm IST)