Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભારતીય ક્રિકેટરોને મળી શકે છે મોટી ભેટ

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટરોને એક મોટી ભેટ મળી શકે તેમ જણાઈ રહ્યું છે. ટીમ ઈન્ડિયાના ટોપ ક્રિકેટરો ઉપરાંત ડોમેસ્ટીક ક્રિકેટમાં રમી રહેલા ખેલાડીઓમની સેલેરીમાં ખૂબ મોટો વધારો થવાની ઉમ્મીદ જણાવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી એક નિયુક્ત કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (COA) નવા ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે, જે બાદ ક્રિકેટરોની સેલેરીમાં મોટો વધારો થઈ શકે છે. COA 180 કરોડના હાલના કોર્પસમાં 200 કરોડ રૂપિયા વધારે જોડવા પર વિચાર ચાલી રહ્યો છે.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ સેલેરી વધારવાની વાત ઉચ્ચારી હતી. હાલના ફોર્મ્યૂલા મુજબ BCCIને વાર્ષિક રેવેન્યૂનો 26 ટકા હિસ્સો 3 ભાગોમાં વહેંચવામાં આવે છે.

(8:25 pm IST)