Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

રોહિત ખીલ્યો, સુપર્બ બેવડી સદી : ૨૦૮ રને નોટ આઉટ : ભારત - ૩૯૨/૪

મોહાલી વન-ડેમાં શ્રીલંકાએ ટોસ જીતી ટીમ ઈન્ડિયાને દાવ આપવાનું ભારે પડ્યુ : ધવનની પણ ફિફટી : ઓસ્ટ્રેલિયા સામેની ડબલ સેન્ચુરીની ફરી યાદ અપાવતો રોહિત : ૨૦૮ રન : શ્રેયસ ઐયર ૮૮ રને આઉટ : રોહિતે લકમલને ધોકાવી નાખ્યોઃ એક જ ઓવરમાં ૪ છગ્ગા ફટકારી દીધા : અંતિમ ઓવરોમાં ભારે ધોકાવાળી

મોહાલી : મોહાલી વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ ફરી પોતાની તાકાત બતાવી છે. પ્રથમ વન-ડેમાં મળેલી કારમી હાર બાદ આજે કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન અને નવોદિત શ્રેયસ ઐયરે શાનદાર બેટીંગનું પ્રદર્શન કર્યુ છે. આ લખાય છે ત્યારે ૫૦ ઓવરમાં ૩૯૨/૪ રન બનાવ્યા હતા.

શ્રીલંકા કેપ્ટન પરેરાએ સતત બીજા વન-ડેમાં ટોસ જીતી ભારતને દાવ આપ્યો હતો પણ તેનો તે જુગાર સફળ રહ્યો ન હતો. શરૂઆતથી રોહિત અને ધવને શ્રીલંકન બોલરોની ધોલાઈ શરૂ કરી દીધી હતી. શિખર ધવન ફાસ્ટ ઈનીંગ રમ્યો હતો. તેણે માત્ર ૬૭ બોલમાં ૬૮ રન (૯ ચોગ્ગા) ફટકારી પથીરાની બોલીંગમાં આઉટ થયો હતો.

રોહિત શર્મા આજના મેચમાં ઓસ્ટ્રેલિયા સામેની ફટકારેલા ડબલ હન્ડ્રેડની ફરી યાદ અપાવી દીધી હતી. સદી ફટકાર્યા બાદ લખમલની એક જ ઓવરમાં ચાર છગ્ગાઓ ફટકારી દીધા હતા.

તો તેની સાથે વનડાઉન આવેલા શ્રેયસ ઐયરે પણ ઝડપી બેટીંગ કરી માત્ર ૬૯ બોલમાં ૯ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૮૮ રન ફટકારી આઉટ થયો હતો.

સ્કોર બોર્ડ :મોહાલી

ભારત ઇનિંગ્સ

રોહિત શર્મા

અણનમ

૨૦૮

શિખર ધવન

કો. થિરિમાને બો. પથિરાણા

૬૮

શ્રેયસ

કો. ડિસિલ્વા બો. પરેરા

૮૮

ધોની

એલબી બો. થિસારા

૦૭

હાર્દિક

કો. થિરિમાને બો. થિસારા

૦૮

વધારાના

 

૧૩

કુલ

(૫૦ ઓવરમાં ૪ વિકેટ)

૩૯૨

પતન  : ૧-૧૧૫, ૨-૩૨૮, ૩-૩૫૪, ૪-૩૯૨

 

 

બોલિંગ : મેથ્યુસ : ૪-૧-૯-૦, લકમલ : ૮-૦-૭૧-૦, થિસારા પરેરા : ૮-૦-૮૦-૩, પ્રદિપ : ૧૦-૦-૧૦૬-૦, ધનંજય : ૧૦-૦-૫૧-૦, પથિરાણા : ૯-૦-૬૩-૧, ગુનારત્ને : ૧-૦-૧૦-૦

શ્રીલંકા ઇનિંગ્સ

ગુનાથિરકા

કો. ધોની બો. બુમરાહ

૧૬

થારંગા

કો. કાર્તિક બો. પંડ્યા

૦૭

થિરિમાને

બો. વોશિંગ્ટન સુંદર

૨૧

મેથ્યુસ

અણનમ

૧૧૧

ડિકવિલ્લા

કો. સુંદર બો. ચહેલ

૨૨

ગુનારત્ને

સ્ટ. ધોની બો. ચહેલ

૩૪

પરેરા

કો. ધોની બો. ચહેલ

૦૫

પથિરાણા

કો. ધવન બો. ભુવનેશ્વર

૦૨

ધનંજય

કો. રોહિત બો. બુમરાહ

૧૧

લકમલ

અણનમ

૧૧

વધારાના

 

૧૧

કુલ

(૫૦ ઓવરમાં ૮ વિકેટે)

૨૫૧

પતન  : ૧-૧૫, ૨-૩૦, ૩-૬૨, ૪-૧૧૫, ૫-૧૫૯, ૬-૧૬૬, ૭-૧૮૦, ૮-૨૦૭

બોલિંગ : ભુવનેશ્વર : ૯-૦-૪૦-૧, પંડ્યા : ૧૦-૦-૩૯-૧, બુમરાહ : ૧૦-૦-૪૩-૨, સુંદર : ૧૦-૦-૬૫-૧, ચહેલ : ૧૦-૦-૬૦-૩, અય્યર : ૧-૦-૨-૦

(8:32 pm IST)