Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

શરત સાથે હટ્યો રાજસ્થાન ક્રિકેટ એસોસીએશન પરનો પ્રતિબંધ

ભારતીય ક્રિકેટ બોર્ડે રાજસ્થાન ક્રિકેટ એસોસીએશન પર ચાર વર્ષ પહેલા મૂકેલા પ્રતિબંધને હટાવી દીધો છે. એને કારણે રાજસ્થાનને ભારતીય ક્રિકેટ બોર્ડ પાસેથી તમામ પ્રકારની સહાય મળશે તેમ જ રાજયમાં આંતરરાષ્ટ્રીય મેચોનું પણ આયોજન કરવામાં આવશે. જો કે ક્રિકેટ બોર્ડે એક શરત પણ મૂકી છે કે આઈપીએલના ભૂતપૂર્વ કમિશ્નર લલીત મોદીને એસોસીએશન સંપૂર્ણપણે અલગ રાખશે.

(11:51 am IST)