Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

કોરી ધ ડ્રિબલર તરીકે જાણીતા કોરી રિચે ૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલને બાઉન્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો

કોરી રિચે વધુ એક વાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું ચાર બાસ્કેટબૉલને એકસાથે ડ્રિબલ કરતો જોવાયો

મુંબઈ : ઇન્ટરનેટ પર કોરી ધ ડ્રિબલર તરીકે જાણીતા કોરી રિચે વધુ એક વાર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું છે. આ વખતે તેણે ૩૦ સેકન્ડમાં ૩૨૬ વખત બાસ્કેટબૉલને બાઉન્સ કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ માટે તે ચાર બાસ્કેટબૉલને એકસાથે ડ્રિબલ કરતો જોવા મળ્યો હતો. તેનો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સને ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કરવામાં આવ્યો હતો. તેણે ગિનેસ બુકમાં રેકૉર્ડ નોંધાવાને એક સન્માનની વાત ગણાવી હતી. તેના નામ પર ઘણા બાસ્કેટબૉલ ફ્રી-સ્ટાઇલ રેકૉર્ડ્સ છે.

(11:17 pm IST)