Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ઓસ્ટ્રેલીયામાં જીતેલીએ ટેસ્ટ સિરીઝ સૌથી વધુ બેસ્ટઃ ગાવસકર

સિરીઝમાં પાછળ રહયા બાદ જોરદાર કમબેક કરેલ

નવી દિલ્હીઃ ગયા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતે શ્રેણીમાં વિરાટ કોહલીના સુકાનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ૩૬ રનના લોએસ્ટ સ્કોર પર આઉટ થયા બાદ એ શ્રેણી અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં ૨-૧થી જે રીતે જીતી લીધી હતી એને ધ્યાનમાં રાખીને સુનીલ ગાવસકરે એ સિરીઝ-વિજયને ગ્રેટેસ્ટ જીતમાં ગણાવતાં કહ્યું છે કે ભારતના ક્રિકેટ ઇતિહાસમાં એ વિજય સુવર્ણ અક્ષરે લખાયો છે.

 સિડનીની ત્રીજી ટેસ્ટ હનુમા વિહારી અને રવિચન્દ્રન અશ્વિને ડરો કરાવી ત્યાર બાદ ભારતે ચોથી ટેસ્ટ વોશિંગ્ટન સુંદર તથા શાર્દૂલ ઠાકુરના ઓંલરાઉન્ડ પર્ફોર્મન્સ, સિરાજની પાંચ વિકેટ તેમ જ શુભમન ગિલ અને રિષભ પંતની બેટિંગના પાવરથી જીતીને કોણી ર-૧થી જીતી લીધી હતી.

(4:30 pm IST)