Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

ભારતની વન-ડે ટીમના ખેલાડીઓ કેપટાઉન પહોંચ્યાઃ બોર્ડે તસ્વીર શેર કરી

નવી દિલ્હીઃ  કેપટાઉન પહોંચેલા ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓની તસવીરો શેર કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૧૯ જાન્યુઆરીથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૃ થઈ રહી છે. શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, વેંકટેશ ઐયર, સૂર્યકુમાર યાદવ, જયંત યાદવ અને ઋતુરાજ ગાયકવાડ જેવા ખેલાડીઓએ કેપટાઉનની ટીમ હોટલમાંથી તેમની સેલ્ફી શેર કરી છે.  આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમના ફેસબુક પર શેર કરવામાં આવી છે.  કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમ પ્રોટીઝ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે.  પ્રથમ બે મેચ અનુક્રમે ૧૯ અને ૨૧ જાન્યુઆરીએ પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાશે, ત્યારબાદ ત્રીજી અને અંતિમ મેચ ૨૩ જાન્યુઆરીએ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે.

(4:18 pm IST)