Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કોન બનેગા કરોડપતિમાં જીતેલ 25 લાખની રકમ પીવી સિંધુએ હોસ્પિટલમાં દાન કરી

નવી દિલ્હી: સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ એક લોકપ્રિય ટીવી કાર્યક્રમમાં જીતેલ 25 લાખ રૂપિયાની રકમને કેંસરની સામે લડી રહેલ લોકો માટે હોસ્પિટલમાં દાન કરી દીધી છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે પદ્મશ્રી,રાજીવ ગાંધી ખેલરત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા પીવી સિંધુએ અમિતાભ બચ્ચનની મેજબાની વાળો લોકપ્રિય શો 'કોન બનેગા કરોડપતિ'માં જીતેલ 25 લાખ રૂપિયાની રકમ એક હોસ્પિટલમાં દાન કરી દીધી છે જે જે કેંસરના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે.

(5:38 pm IST)
  • હવાઈ પર મિસાઈલ હુમલાના ખોટા મેસેજ પર અફરાતફરી : અમેરિકા પાસે આવેલ હવાઈ દેશના લોકોએ આજે ​​તેમના ફોન પર કટોકટીની ચેતવણીઓ ના ખોટા આધિકારિક મેસેજ મળ્યા હતા કે એક બેલિસ્ટિક મિસાઈલ દેશ પર હુમલો કરવા માટે છોડાયું છે. પણ થોડીજ ક્ષણોમાં હવાઈના ​​કોંગ્રેસવુમન તુલસી ગેબાર્ડ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ ખોટા મેસેજ, ભૂલથી અપાયા છે. લાખો લોકોમાં આ મેસેજથી અફરાતફરી મચી જવા પામી હતી. access_time 12:45 am IST

  • મહારાષ્ટ્રના સાંગલીમાં બે ગાડીઓના ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત અને 5 લોકો ઘાયલ થયા છે. access_time 1:14 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST