Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ત્રીજી ટેસ્‍ટમાં ભારતીય ટીમના આક્રમક બોલર જસપ્રીત બુમરાહ પણ ઇજાગ્રસ્‍તઃ ભારતીય ટીમ મુશ્‍કેલીમાં

સિડનીઃ ઓસ્ટ્રેલિયના પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં એક પછી એક ઇજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્રીજી ટેસ્ટમાં આક્રમક બોલર જસપ્રીત બુમરાહ પણ ઘાયલ થઇ ગયો. આમ ટીમના 8 ખેલાડી ઇજાગ્રસ્ત થઇ ગયા છે. લાગી રહ્યું છે કે ઘાયલ ઇલેવન બનશે કે શું?

ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણાહૂતિ પર છે. પરંતુ તેને ઘાયલ ખેલાડીઓ (Injured Team India)ની સમસ્યા સતાવી રહી છે. મંગળવારે ઝડપી બોલર જસ્પ્રીત બુમરાહની માંસપેશીઓ ખેંચાઇ ગઇ. તે હવે ચોથી ટેસ્ટ રમી શકશે નહીં.

કોહલી પેટરનેટિવ લીવ પર ભારતમાં છે

ઓસ્ટ્રેલિયા પ્રવાસની ચોથી અને અંતિમ ટેસ્ટ બિસ્બેનમાં 15 જાન્યુઆરીથી રમાવવાની છે. પરંતુ તેના કુલ 8 ખેલાડી ઇજાને કારણે બહાર થઇ ગયા છે. તેથી ઘાયલોની ઇલેવનમાં માત્ર 3 ખેલાડી ખૂટે છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પેટરનેટિલ લીવ પર પહેલેથી જ ટીમ સાથે નથી.

ઘર આંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમાવાની છે

બુમરાહના સ્કેનિંગ રિપોર્ટમાં સ્ટ્રેન દેખાયું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ તેને બ્રિસબનમાં રમાડી ઝોખમ લેવા માગતું નથી. કારણ કે ભારતને હવે ઘરઆંગણે ઇંગ્લેનડ સામે ચાર ટેસ્ટની શ્રેણી રમવાની છે. તેથી ટીમ મેનેજમેન્ટ કોઇ જોખમ લેવા માંગતુ નથી.

BCCએ મીડિયાને આપેલી માહિતી મુજબ બુમરાહને સિડનીની ત્રીજી ટેસ્ટમાં ફિલ્ડિંગ કરતી વખતે એબડોમિનલ સ્ટ્રેન (પેટમાં તાણ) થઇ ગયું હતું. તેથી તે બ્રિસબન ટેસ્ટ રમી શકશે નહીં. જો કે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તે ઉપલબ્ધ રહેશે.

સિરાજ/સૈની પર બોલિંગનો સઘળો મદારો

બ્રિસ્બનની ચોથી ટેસ્ટમાં હવે સઘળો મદાર નવા ઝડપી બોલરો મુહમ્મદ સિરાજ અને નવદીપ સૈની પર રહેશે. અલબત્ત તેમને સાથ આપવા શાર્દૂલ ઠાકુર કે ટી નટરાજનમાંથી કોઇ એકની પસંદગી થઇ શકે છે.

કયા ખેલાડી ઘાયલ થયા?

ખેલાડી                                     ઇજા

ઇશાંત શર્મા                       પીઠની સમસ્યા (ટૂર પહેલાં)

મુહમ્મદ શમી                     જમણા હાથમાં ફ્રેકચર

લોકેશ રાહુલ                     કાંડામાં ઇજા

ઋષભ પંત                        કોણીમાં ઇજા

ઉમેશ યાદવ                      માંશપેશી ખેંચાઇ

રવિન્દ્ર જાડેજા                     ડાબા અંગૂઠામાં ઇજા

હનુમા વિહારી                     હેમસ્ટ્રિંગ ઇજા

જસ્પ્રીત બુમરાહ                    પેટમાં ખેંચાણ

હવે ઉપલબ્ધ ટીમ

1. શુભમન ગિલ

2. રોહિત શર્મા

3. ચેતેશ્વર પૂજારા

4. મયંક અગ્રવાલ/પૃથ્વી શો

5. અજિંક્ય રહાણે

6. રિદ્ધિમાન સાહા

7. ઋષભ પંત (સંભવિત- ઇજામુક્ત થાય તો)

8. કુલદીપ યાદવ

9. આર.અશ્વિન

10. મોહમ્મદ સિરાજ

11. ટી.નટરાજન/ શાર્દૂલ ઠાકુર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ સીરિઝની સિડની ખાતેની ત્રીજી મેચ ડ્રો થઇ છે. ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલીની ગેરહાજરીમાં 131 ઓવર બેટિંગ કરીને મેચ બચાવી લીધી.

ટીમ ઇન્ડિયામાં ખાલી નિયમિત કેપ્ટન કોહલીની જ ગેરહાજરી છે, એવું નથી. ટૂરના સિલેક્શન સમયથી લઈને આજે ત્રીજી મેચ સમાપ્ત થાય ત્યાં સુધીમાં કુલ 8 ખેલાડીઓ ઈજાના લીધે સીરિઝનો ભાગ બની શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, સિડનીમાં 161 બોલમાં 23 રન કરનાર હનુમા વિહારી પણ ઈન્જર્ડ છે અને હવે સીરિઝની પણ બહાર થઇ ગયો છે.

એક પછી એક ઇજાનો સિલસિલો

1. ઉમેશ યાદવની કાફ મસલ ખેંચાઈ જતા તે બીજી ટેસ્ટ પછી ભારત પરત ફર્યો હતો. તેણે બીજી ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં બોલિંગ પણ કરી નહોતી.

2. મોહમ્મદ શમી ઇજાને બીજી ટેસ્ટમાં બેટિંગમાં બોલિંગ હેન્ડ એટલે કે તેના જમણાં હાથમાં બોલ વાગ્યો હતો. શમીને 35થી 40 દિવસ આરામ કરવાનું કહેવાયું છે.

3. લોકેશ રાહુલને ત્રીજી ટેસ્ટ પહેલાં પ્રેક્ટિસમાં કાંડામાં ઈજા(Injured Team India)થઇ હતી અને ટૂરની બહાર થઇ ગયો હતો.

4. રવિન્દ્ર જાડેજાને ત્રીજ ટેસ્ટમાં બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કનો બોલ ડાબા હાથના અંગુઠામાં વાગ્યો હતો. ાડેજા બાપુ 6 અઠવાડિયા માટે ક્રિકેટથી દૂર રહેશે

5. પંતને ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પેટ કમિન્સનો બોલ પુલ કરવા જતા કોણીમાં ઈજા થઇ .  પછી ફિલ્ડિંગમાં આવ્યો નહોતો. છતાં બીજી ઇંનિંગમાં  બેટિંગ કરી.

6. હનુમા વિહારીને પણ ત્રીજી ટેસ્ટમાં બેટિંગ દરમિયાન ઝડપથી એક રન લેવા જતા હેમસ્ટ્રીંગ ખેંચાઈ ગઈ હતી.

7. હવે જસ્પ્રીત બમુરાહ ત્રીજી ટેસ્ટમાં પેટના ખેંચાણ થતા ટીમની બહાર થયો છે.

8. ઇશાંત શર્મા ટૂર પર જવાનો હતો પરંતુ તેની પીઠને ઇજા રિકવર ન થઇ.

9. કેપ્ટન કોહલી પેટરનિટી લિવ પર ભાર આવી ગયો. તેને ત્યાં સોમવારે પુત્રી અવતરી.

ચોથી ટેસ્ટમાં ઋષભ પંત અંગે શંકા

ઋષભ પંત પણ લગભગ ચોથી ટેસ્ટ રમવા અંગે અનિશ્ચતતા છે. ટીમમાં ભારતે બે મિડલ ઓર્ડર બેટ્સમેન અને એક બોલિંગ ઓલરાઉન્ડરની જગ્યા ભરવાની છે.

જે ખેલાડીઓ ત્રીજી મેચ નહોતા રમ્યા અને સિલેક્શન માટે ઉપલબ્ધ છે, તેમાં મયંક અગ્રવાલ, પૃથ્વી શો, રિદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ અને ટી. નટરાજન છે.

સાહા પંતની જગ્યા કીપર તરીકે રમી શકે છે, જ્યારે મયંકનો ટીમમાં સમાવેશ થશે.

મયંક  રોહિત સાથે ઓપનિંગ કરશે અને શુભમન ગિલ મિડલ ઓર્ડરમાં વિહારીની જગ્યાએ રમે તેવી સંભાવના પ્રબળ છે.

જાડેજાની જગ્યાએ સ્ક્વોડમાં કોઈ ઓલરાઉન્ડર નથી, તેમાં જોવાનું રહેશે કે ભારત કુલદીપ યાદવને તક આપે છે કે પછી શો કે નટરાજનમાંથી એકને સ્થાન મળે છે.

(4:56 pm IST)