Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

યુનાઇટેડ અરબ અમીરાતમાં બ્લાઇન્ડ ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો ડંકોઃ શ્રીલંકાનો પ વિકેટે પરાજય

દૂબઇ : યુનાઇટેડ અરબ અમીરાત ખાતે હાલમાં બ્લાઇન્ડ ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં ભારતે ડંકો વગાડીને શ્રીલંકાને પ વિકેટથી પરાજય આપ્યો છે.

વર્લ્ડ કપની આ શ્રેણીમાં ભારતે ટોસ જીતીને શ્રીલંકાને બેટીંગ આપી હતી. અને શ્રીલંકાએ ૪૦ ઓવરમાં ૮ વિકેટે ૩પ૮ રન બનાવ્યા હતા.

જેના જવાબમાં ભારતીય ક્રિકેટ ટીમે ૩ર ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩પ૯ રન બનાવી લેતા શ્રીલંકાની ટીમનો પરાજય થયો હતો.

ભારતીય ટીમમાં દિપક મલીકે ૧૦૩ બોલમાં અણનમ ૧૭૯ રન ફટકાર્યા હતાં. જયારે પ્રકાશ જયરમૈયાએ પ૧ બોલમાં ૭૬ રન ફટકાર્યા હતાં.

બ્લાઇન્ડ ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપમાં ભારતના ૪ પોઇન્ટ થયા છે. જયારે પાકિસ્તાનના ૬ પોઇન્ટ, શ્રીલંકા અને બાંગ્લાદેશને ૩, ઓસ્ટ્રેલીયાને ૧ પોઇન્ટ મળેલ છે જયારે નેપાળને ૦ પોઇન્ટ મળેલ છે.

(5:55 pm IST)