Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

10 વર્ષ પછી જૂનમાં આયરલેન્ડનો પ્રવાસ કરશે ભારતીય ક્રિકેટ ટીમ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ વર્ષે જૂન મહિનામાં આયર્લેન્ડનો પ્રવાસ કરશે અને જ્યાં બે ટી-20 મેચ રમશે. ભારતીય ક્રિકેટ ટીમ 10 વર્ષ પછી આયર્લેન્ડનો પ્રવાસ કરવાની છે. વાતની માહિતી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ દવારા આપવામાં આવી છે. ભારતીય ટીમ ત્યાર પછી જુલાઈમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાની છે. ભારતીય ટીમ 2007માં આયર્લેન્ડ નો પ્રવાસ કર્યો હતો.હવે 10 વર્ષના લાંબા સમય પછી આયર્લેન્ડના મેદાનમાં ભારતીય ટીમ રમવાની છે. 27 અને 29 જૂનના ડબલીનમાં ટી-20 મેચ રમવાની છે.

બીસીસીઆઇએ એક બયાનમાં કહ્યું કે 'ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ પર જતા પહેલા આયર્લેન્ડ સામે બે ટી-20 મેચ રમવા માટે આયર્લેન્ડ જવાની છે. જ્યાં બે ટી-20 મેચ ડબલિન માં  27 અને 29 જૂનના મેચ રમવાના છે.

(3:56 pm IST)