Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

દ્રવિડને દિકરાની શાનદાર બર્થ - ડે ગિફટ

સમિત દ્રવિડે સ્કુલ - ટુર્નામેન્ટમાં ફટકારી ૧૫૦ રનની ધમાકેદાર ઈનિંગ્સ : સ્પિનર સુનિલ જોષીના પુત્રએ પણ કર્યા ૧૫૪ રન

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડનો દિકરો સમિત પણ પપ્પાના પગલે જ ચાલી રહ્યો છે. તે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસીએશનના અન્ડર-૧૪ બીટીઆર કપમાં માલ્યા ઈન્ટરનેશનલ સ્કુલ તરફથી રમતા ૧૫૦ રનની જોરદાર ઈનિંગ્સ રમ્યો હતો. તેની આ ધમાકેદાર ઈનીંગ્સને કારણે માલ્યાએ સ્કુલે વિવેકાનંદ સ્કુલને ૪૧૨ રનથી હરાવી દીધી હતી. આ મેચમાં જો કે ભારતીય સ્પિનર સુનિલ જોષીના દિકરા આર્યન જોષીએ સમિત કરતાં વધુ ૧૫૪ રન ફટકાર્યા હતા.

આ બંનેની સદીને કારણે માલ્યા ઈન્ટરનેશનલ સ્કુલે ૫૦ ઓવરમાં ૫૦૦ રન બનાવ્યા હતા. જવાબમાં વિવેકાનંદ સ્કુલની ટીમ માત્ર ૮૮ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગ્સ એટલા માટે પણ યાદગાર છે કે હાલ અન્ડર-૧૯ ટીમને કોચીંગ આપી રહેલા રાહુલ દ્રવિડ આજે પોતાનો ૪૫મી વર્ષગાંઠ ઉજવશે. આ તેમના દિકરીએ આપેલી ભેટ ગણવામાં આવે છે.

સમીત અગાઉ અન્ડર-૧૪ ટુર્નામેન્ટમાં ટાઈગર કપ ટુર્નામેન્ટમાં શાનદાર ૧૨૫ રનની ઈનીંગ્સ રમ્યો હતો. અન્ડર-૧૨ લેવલમાં પણ તે બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ જીતી ચૂકયો છે.

(11:09 am IST)