Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓના આરટીપીસીઆર રિપોર્ટ નેગેટીવ

નવી દિલ્હી, તા. ૧૦:  ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રદ્દ કરી દેવામાં આવી છે. એક દિવસ પહેલા તમામ ખેલાડીઓના કોરોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં વિરાટ કોહલીની સેનાને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. મૂળે, એક દિવસ પહેલા જ ટીમના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર પણ કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં સૌના રિપોર્ટ નેગેટિવ આવ્યા. આ પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફના કેટલાક અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત થયા હતા અને તમામ હાલ આઇસોલેશનમાં છે.

ખાસ કરીને એ ખેલાડી જેઓ કોરોના સંક્રમિત થયેલા ટીમના ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમારના સીધા સંપર્કમાં હતા. પરમાર ઓવલ ટેસ્ટ દરમિયાન અને ત્યારબાદ પણ રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા જેવા ખેલાડીઓની ઈજા પર સતત નજર રાખી રહ્યા હતા. એવામાં આ ખેલાડીઓને એ ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, કારણ કે કોરોના વાયરસના લક્ષણ સામે આવવામાં કેટલાક દિવસનો સમય લાગી શકે છે.

(4:15 pm IST)