Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

બાઇડેનની જીત બાદ આઇપીએલ ટીમના રાજસ્‍થાન રોયલ્‍સના ઇંગ્‍લીશ પેસર આર્ચરનું જુનુ ટ્‍વિટ વાયરલઃ ભવિષ્‍યવાણી સાચી પડી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના જૂના ટ્વીટ હંમેશા વાયરલ થતા રહે છે. હવે તેનું 6 વર્ષ જૂનુ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થી રહ્યું છે, જેમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની ભવિષ્યવાણી તરીકે જોવામાં આવી રહ્યું છે. અમેરિકામાં ખુબ રાહ જોયા બાદ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જો બાઇડેનએ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા અને તેઓ અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે.

બાઇડેનની જીત બાદ આઈપીએલ ટીમ રાજસ્થાન રોયલ્સ માટે રમતા ઈંગ્લિશ પેસર આર્ચરનું જૂનુ ટ્વીટ વાયરલ થવા લાગ્યું. તેને ટીમ રોયલ્સે પણ રીટ્વીટ કર્યુ છે.

વર્ષ 2014મા આર્ચરે એક ટ્વીટ કર્યુ હતું જેમાં માત્ર એક શબ્દ લખ્યો હતો 'જો  (Joe)', હવે તેને લોકો બાઇડેનની જીત સાથે જોડી રહ્યાં છે અને આર્ચરની ભવિષ્યવાણી તરીકે જોઈ રહ્યા છે.'

આર્ચરના ઘણા આવા ટ્વીટ વાયરલ થતા રહે છે, ત્યારબાદ તેને ભવિષ્યવક્તા પણ કહેવામાં આવે છે. આર્ચરની ટીમ રાજસ્થાન આઈપીએલની 13મી સીઝનના પ્લેઓફમાં ન પહોંચી શકી પરંતુ તેનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યુ અને તેણે 14 મેચોમાં 20 વિકેટ પોતાના નામે કરી હતી.

(5:06 pm IST)