Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વધુ અેક ભારતીય ક્રિકેટરે ગુપચુપ કર્યા લગ્નઃ પત્ની દિલ્‍હી પોલીસમાં ફરજ બજાવે છે

નવી દિલ્હીઃ વધુ અેક ભારતીય ક્રિકેટરે ગુપચુપ લગ્ન કરી લીધા છે. ટીમ ઈન્ડિયાની ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલ ઝડપી બૉલર પરવિંદર અવાનાની, જેણે મંગળવારે ગાજિયાબાદમાં ચૂપચાપ લગ્ન કરી લીધા છે. પરવિંદરે દિલ્હી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર સંગીતા કસાના સાથે સાત ફેરા ફરી લીધા હતા.

મૂળે નોયડાની રહેવાસી પરવિંદર અવાનાની જાન મંગળવારે સાંજે ગાજિયાબાદથી ભોપુરા પહોંચી હતી. લગ્નમાં પરિવારજનોની સાથે નજીકના લોકો જ સામેલ થયા હતા. શનિવારે 10 માર્ચે નોયડામા રિસેપ્શન રાખવામાં આવશે. રિસેપ્શનમાં વીઆઈપી લોકો અને ક્રિકેટરો સામેલ થાય તેવી શક્યતા છે.

પરવિંદર અવાનાએ વર્ષ 2012માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટી-20 મેચથી નેશનલ ક્રિકેટ ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. જો કે તેને ટીમમાં ખાસ રમવાનો મોકો મળ્યો ન હતો. પરવિંદર આઈપીએલમાં પણ રમે છે. આઈપીએલમાં તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમે છે.

(8:33 pm IST)
  • ગુજરાત વિધાનસભામાં અપાઈ વિગતો :22 ધારાસભ્યોને ડાયાબિટીસ અને 90ને બ્લડપ્રેસર :વિધાનસભાનો સમય બદલવા વિચારણા :12ને બદલે 11 થી 4-30 કરવા અને શુક્રવારે 9-30 થી 2 સુધી કરવા વિચારણા access_time 12:00 am IST

  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST