Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ટી૨૦ વર્લ્ડકપમાં ગુજરાતના ચાર ખેલાડીને તકની શક્યતા

ખેલાડીઓના નામની અંતિમ તારીખ ૧૦ ઓક્ટોબર : કોરોનાને જોતા વધારાના સાત સભ્યો રાખવા મંજૂરી

મુંબઈ, તા. :ટી૨૦ વર્લ્ડકપની જાહેરાત થઈ ગઈ છે, હવે ભારતની ટીમમાં કોને જગ્યા મળશે અને કોને નહીં તેને લઈને ઘણી અટકળો અને ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આવામાં જાણવું જરુરી છે કે ટીમ માટે કોની દાવેદારી વધારે મજબૂત છે. મહત્વનું છે કે આઈસીસીએ ૧૫ ખેલાડીઓના નામ આપવા માટે ૧૦ ઓક્ટોબર અંતિમ તારીખ રાખી છે, એટલે કે ટુર્નામેન્ટ શરુ થવાના અઠવાડિયા પહેલા નામ જણાવવા પડશે. આઈસીસી દ્વારા વખતે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધારાના સભ્યોને રાખવાની મંજૂરી આપી છે. સપોર્ટ સ્ટાફ મળીને ૩૦ સભ્યો જોડાઈ શકશે. વધારાના સભ્યોનો ખર્ચ બોર્ડે ઉપાડવો પડશે. બોર્ડના ૧૫ સભ્યો સિવાય કોઈ પણ સભ્ય, જે બાયોબબલમાં હશે તેઓ પ્લેઈંગ ઈલેવનમાં જોડાઈ શકશે.

ભારતીય ટીમમાં કોને સ્થાન મળશે અને કોનું પત્તું કપાશે તેને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે તેવામાં નીચે પ્રમાણેની ટીમ સિલેક્ટ થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

. વિરાટ કોહલી (કેપ્ટન) કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટ્રોફી જીતવાનું ઘણું દબાણ છે. સાથે હાલની ટૂર્નામેન્ટ પણ.. કોહલી પોતાના બેટિંગ ઓર્ડરને લઈને પણ ઘણો ફ્લેક્સિબલ થઈ ગયો છે. તે ઈનિંગ્સની શરુઆત કરવાની સાથે મિડલ ઓર્ડર જેવી કોઈ પણ જગ્યાએ બેટિંગ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.

. રોહિત શર્માઃ પાછલા પાંચ વર્ષથી રોહિત શર્મા વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતનો સૌથી સ્ફોટક ક્રિકેટ રહ્યો છે. જેથી તેની જગ્યા પાક્કી છે. કેપ્ટનશિપમાં પણ કોહલીને તેનો અનુભવ ઘણુ ઉપયોગી થાય છે.

. કેએલ રાહુલઃ ટી૨૦ ક્રિકેટમાં રાહુલ એક ધમાકેદાર ઓપનિંગ બેટ્સમેન છે. તે વિકેટકીપિંગ પણ કરી શકે છે. જે ના માટે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે. . સૂર્યકુમાર યાદવઃ ૩૦ વર્ષનો મિડલ-ઓર્ડર બેટ્સમેન મુંબઈ ઈન્ડિયન્સના મિડલ ઓર્ડરનો સ્તંભ રહ્યો છે. તેણે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ ઓછી તક મળી છે પરંતુ ખેલાડીએ પોતાની ક્ષમતાઓને સાબિત કરી બતાવી છે, તેની બેટિંગમાં વિવિધતા છે. તે અટકીને પણ રમી શકે છે અને તાબડતોબ બેટિંગની જરુર હોય ત્યારે પણ સફળ થયો છે.

. રિષભ પંતઃ ડાબોડી આક્રામ બેટ્સમેન અને વિકેટકીપર પંત પાછલા એક વર્ષમાં લગભગ મેચ વિનર તરીકે સામે આવ્યો છે. મેદાન પર તે હાજર હોય ત્યારે સામેવાળી ટીમ વિચારમાં પડી જતી હોય છે.

. હાર્દિક પંડ્યાઃ હાર્દિક પંડ્યા પાછલા એક વર્ષથી સંતુલિત બોલિંગમાં જોવા મળ્યો નથી, જોકે, તે ઈમ્પેક્ટ ખેલાડી છે અને સતત સારું પ્રદર્શન કરતો આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને બીસીસઆઈએ તેને ટી૨૦માં બોલિંગ માટે પણ તૈયાર કર્યો છે. હાર્દિક બેટિંગ અને બોલિંગ બન્નેમાં પોતાની અસર છોડી શકે છે.

. રવિન્દ્ર જાડેજાઃ વધુ એક સફળ ઓલરાઉન્ડર, રવિન્દ્ર જાડેજા ડોબાડી બેટ્સમેન અને સ્પિન બોલર છે. સાથે તે સારી બેટિંગ પણ કરે છે. તે બેટિંગમાં પરિસ્થિતિ પ્રમાણે પોતાને ઢાળીને રમી શકે છે. પછી તેની ફિલ્ડિંગને લઈને કોઈ સવાલ ઉભો નથી થતો.

. ભુવનેશ્વર કુમારઃ વ્હાઈટ બોલમાં એક શાનદાર સીમ બોલર, તેના પ્રદર્શનમાં કસિસ્ટન્સિ રહી છે. માર્ચ મહિનામાં ઈજા બાદ સાજો થઈને તે આવ્યો પછી તેનું પ્રદર્શન સુધર્યું છે.

. જસપ્રીત બુમરાહઃ બુમરાહ ભારતનું ટ્રમ્પ કાર્ડ છે. જસપ્રીત બુમરાહ નવા અને જૂના બન્ને બોલથી સારી બોલિંગ કરી શકે છે. સિવાય ડેથ ઓવરમાં પણ તેનું પ્રદર્શન કમાલનું હોય છે.

૧૦. શાર્દુલ ઠાકુરઃ ઠાકુર હાલની પરિસ્થિતિમાં સેનસેશન બની ગયો છે. તેની પાસે ડેથ-ઓવર્સની વિશેષતા છે અને સાથે તે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરે છે.

૧૧. યુજવેન્દ્ર ચહલઃ લેગ સ્પિનર વિરાટ કોહલીનો ખાસ મનાય છે. જોકે, પાછલા લગભગ એક વર્ષથી સમય તેના માટે થોડો કપરો રહ્યો છે. પરંતુ ચહલનો અનુભવ ઘણો ઉપયોગ સાબિત થઈ શકે છે.

૧૨. શ્રેયસ ઐયરઃ તે પણ મિડલ-ઓલર્ડરમાં સૂર્યકુમાર યાદવની સાથે બેકઅપ કરી શકે છે.

૧૩. શિખર ધવનઃ ટીમ મેનેજમેન્ટ હાલ તેને ટી૨૦માં ચાન્સ આપતા બચતું રહ્યું છે, પરંતુ આઈપીએલમાં તેનું પ્રદર્શન અને અનુભવ યુએઈની ધીમી પીચ પર યાદગાર બની શકે છે.

૧૪. દીપક ચહરઃ દીપક ચહલ ભુવનેશ્વર કુમારના બેકઅપમાં ટીમમાં આવી શકે છે. હાલના સમયમાં તેની ક્ષમતાએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે. ખેલાડીથી ટીમને ઓલરાઉન્ડર સપોર્ટ મળી શકે છે.

૧૫. વરુણ ચક્રવર્તીઃ ટીમ મેનેજમેન્ટ ઈચ્છે છે કે વખતે એક મિસ્ટ્રી સ્પિનર હોય. જોકે, તે ડાબા ખભાની ઈજાના કારણે ઘણો પરેશાન રહ્યો છે. સંભવિત સ્ટેન્ડબાય ખેલાડીઓમાં રાહુલ ચહર,પૃથ્વી શો, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલનો સમાવેશ થાય છે.

(7:39 pm IST)