Gujarati News

Gujarati News

News of Wednesday, 8th September 2021

ઇંગ્લેન્ડના ભારતીય ચાહકોથી લીટલ માસ્ટર નારાજ

ભારતના રાષ્ટ્રધ્વજ સાથે ચેડાં ન કરી શકોઃ ગાવસ્કર

ભારતે સાઉથ લંડનના ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇંગ્લેન્ડ સામે ઐતિહાસિક વિજય મેળવ્યો એને પગલે સ્ટેડિયમમાં આવેલા ભારતીય ચાહકોને જલસો પડી ગયો, પણ આ ચાહકોએ ભારતના રાષ્ટ્રધ્વજ સાથે કરેલાં ચેડાં સુનીલ ગાવસકરને પસંદ નથી પડયાં.

ભૂતપૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર સુનીલ ગાવસકરે ગઇકાલની મેચની કોમેન્ટરી દરમ્યાન ભારતના રાષ્ટ્રધ્વજ પર 'WE BLEED BLUE' લખીને આવેલા ચાહકોને સંબોધીને કહ્યું હતું કે, આ ગાંડપણ બંધ કરો.

સુનીલ ગાવસકરે કહ્યું હતું કે તમે ભલે ગમે એટલા મોટા ફેન હો, પણ તમે રાષ્ટ્રધ્વજ સાથે ચેડાં ન કરી શકો.

(3:46 pm IST)