Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સાઈના નેહવાલની બાયોપિક માટે પરિણીતિ ચોપડાનો લૂક આવ્યો સામે

નવી દિલ્હી, તા.૭: એકટ્રેસ પરિણીતિ ચોપડા બૈડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલની બાયોપિકમાં જોવા મળશે. તાજેતરમાં જ બાયોપિકમાંથી સાઈનાનો એક લૂક સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. સાઈના નેહવાલે પરિણીતિનો આ લૂક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. ફોટો શેર કરીને પરિણીતિને એકદમ પોતાના જેવી જ હોવાનું કહ્યું હતું.

સાઈના નેહવાલે લખ્યું કે, મારી જેવી જ છે પરિણીતિ ચોપડા. સાઈનાએ શેર કરેલા ફોટાની વાત કરીએ તો તેમા તે શોર્ટ વાળમાં હેયરબેન્ડ લગાવેલી જોવા મળે છે. તેના ચહેરા પર બૈડમિન્ટન રમતનો જુનૂન સાફ જોવા મળી રહ્યો છે. પરિણીતાના ચહેરા પરના હાવભાવ ઘણું બધું કહી જાય છે.

(2:44 pm IST)