Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

હોકી ખેલાડી વંદના કટારિયાને મુખ્યમંત્રી ધામીએ આપ્યું આમંત્રણ

નવી દિલ્હી: મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે હોકી ખેલાડી વંદના કટારિયાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દેશની પ્રતિષ્ઠા વધી છે. વંદનાને ટોક્યોથી પરત આવતાં જ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વર્ચ્યુઅલ માધ્યમથી ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર ભારતીય હોકી ખેલાડી વંદના કટારિયા સાથે વાત કરી અને વંદના અને મહિલા હોકી ટીમમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા. તેમણે તમામ ખેલાડીઓને મનોબળ જાળવી રાખવા કહ્યું.

(5:27 pm IST)