Gujarati News

Gujarati News

News of Sunday, 5th December 2021

હવે ભારતીય ક્રિકેટ ટીમમાં રાહુલ દ્રવિડને સ્‍થાને નવો જ ચહેરો જોવા મળશે !!

BCCI એ પણ ઘણા સમયથી મંજુરી આપી દીધી છે : કોલકાતામાં યોજાયેલી બેઠકમાં, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ઝડપી બોલિંગ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલિંગ કોચ ટ્રોય કુલીની નિમણૂક કરવા પર સહમતિ સધાઈ હતી

 

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. લાંબી વિચારણા અને ચિંતન બાદ આખરે રાહુલ દ્રવિડનું સ્થાન આ ભારતીય ક્રિકેટરને સોંપવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. બીસીસીઆઈએ પણ સત્તાવર રીતે તે અંગેની મંજૂરી આપી દીધી છે. રાહુલ દ્રવિડે હાલમાં જ NCAના વડા પદ પરથી રાજીનામું આપ્યું છે. હવે BCCIએ આ જવાબદારી માટે દ્રવિડને બદલે તેના જૂના મિત્રની નિમણૂક કરી છે. રાહુલ દ્રવિડ 'મિસ્ટર ભરોસામંદ' તરીકે જાણીતા છે.

ભૂતપૂર્વ બેટ્સમેન VVS લક્ષ્મણ 13 ડિસેમ્બરે NCA (નેશનલ ક્રિકેટ એકેડમી)માં ક્રિકેટના વડા તરીકે જોડાશે કારણ કે BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં અન્ય કોચ સાથે તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.

કોલકાતામાં યોજાયેલી બેઠકમાં, રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના ઝડપી બોલિંગ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની સાથે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલિંગ કોચ ટ્રોય કુલીની નિમણૂક કરવા પર સહમતિ સધાઈ હતી.

આ મામલાની જાણકારી ધરાવતા બીસીસીઆઈના એક અધિકારીએ ગોપનીયતાની શરતે પીટીઆઈ-ભાષાને કહ્યું, 'લક્ષ્મણ સાથે કરાર પહેલા જ થઈ ચૂક્યો છે. તેની છેલ્લી મીડિયા જવાબદારી ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટ છે. તે 13 ડિસેમ્બરથી બેંગલુરુમાં NCAમાં જોડાશે. અંડર-19 આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન તે થોડો સમય વેસ્ટ ઈન્ડિઝમાં પણ રહેશે.

BCCIના એક અધિકારીએ કહ્યું કે NCA કોચ હૃષિકેશ કાનિટકર અથવા સિતાંશુ કોટક અંડર-19 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમમાં મુખ્ય કોચની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યુંકે, "અમે એનસીએની તમામ કોચિંગ નિમણૂકોને પણ અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે,"

BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા 2 જાન્યુઆરીએ યોજાનાર વાર્ષિક નેલ્સન મંડેલા ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના વધતા જતા કેસને જોતા હજુ સુધી એ નક્કી નથી થયું કે BCCIના વરિષ્ઠ અધિકારીઓ આ ઈવેન્ટનો ભાગ બનશે કે નહીં.

ભારત દક્ષિણ આફ્રિકામાં આગામી 3 ટેસ્ટ અને 3 વનડે શ્રેણી માટે 20 ખેલાડીઓ સાથે વધારાના નેટ બોલરો પણ મોકલશે. આ 20 સભ્યોમાંથી કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જે હાલમાં A શ્રેણી માટે દક્ષિણ આફ્રિકામાં છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, "તેમાંથી મોટા ભાગના ત્રીજી A ટેસ્ટ પછી પરત આવશે, પરંતુ કેટલાક ખેલાડીઓને મુખ્ય ટીમ અથવા નેટ બોલર માટે પસંદ કરવામાં આવશે."

 

(11:55 am IST)