Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

CWG 2022: બોક્સિંગમાં ચોથો મેડલ કન્ફર્મ: અમિત પંઘાલે સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

નવી દિલ્હી: બોક્સર અમિત પંઘાલે સ્કોટલેન્ડના લેનન મુલિગનને હરાવી બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની ફ્લાયવેટ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે બોક્સિંગમાં પોતાનો ચોથો મેડલ નિશ્ચિત કરી લીધો છે. બોક્સર અમિત પંઘાલ ગુરુવારે બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. અમિતે પુરુષોની ફ્લાયવેટ ક્વાર્ટર ફાઇનલમાં સ્કોટલેન્ડના લેનન મુલિગનને 5-0થી હરાવીને બોક્સિંગમાં ભારતનો ચોથો મેડલ નિશ્ચિત કર્યો.

(8:14 pm IST)