Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

સ્‍પર્ધા તગડી હતી એટલે બ્રોન્‍ઝ જીતી સંતોષ માની લીધોઃ લવપ્રીતસિંહ

દરજી પુત્રના પરિવારની ઇચ્‍છા તેને સ્‍પોર્ટસમેન બનાવવાની હતીઃ કોમનવેલ્‍થ જુનિયર ઇવેન્‍ટમાં ગોલ્‍ડ અને બ્રોન્‍ઝ જીતેલો

નવી દિલ્‍હીઃ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં વેઇટલીફટીંગમાં બ્રોન્‍ઝ મેડલ જીત્‍યાબાદ કહ્યું કે હું બ્રોન્‍ઝ મેળવીને બેહદ ખુશ છું આ  મારી પહેલી મોટી ઇન્‍ટરનેશનલ ઇવેન્‍ટ છે અને એમાં મેં મારી બેસ્‍ટ ક્ષમતા બતાડીને ચંદ્રક જીતી લીધો એ મારા માટે મોટી સિદ્ધિ કહેવાય. મેં જોયુ કે હરીફાઇ જબરદસ્‍ત છે એટલે મેં કાંસ્‍યથી સંતોષમાની જ લીધો.

લવપ્રીતસિંહ વેઇટલિફિટંગમાં કરીઅર બનાવવાને બદલે તેના પિતાના ટેલરિંગના બિઝનેસમાં જોડાઇ શકયો હોત, પરંતુ પરિવારમાં બધાની ઇચ્‍છા હતી કે તેને સ્‍પોર્ટ્‍સમેન બનાવવાની હતી. તેણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે વેઇટલિફિટંગની તાલીમ શરૂ કરી હતી. ૨૦૧૫માં તે ૧૭ વર્ષની ઉંમરે ભારતીય નૌકાદળમાં જોડાયો હતો. અને પછી પટિયાલાના નેશનલ કેમ્‍પમાં આવ્‍યો હતો.

લવપ્રીત ૨૦૧૭માં કોમનવેલ્‍થ જુનિયર ઇવેન્‍ટ અને એશિયા જુનિયર ચેમ્‍પિયનશિપમાં અનુક્રમે ગોલ્‍ડ અને બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો હતો.

લવપ્રીતે કહ્યું નાનપણમાં મે ઘણી આર્થિક મુશ્‍કેલીઓ જોઇ હતી, પરંતુ મારા મમ્‍મી-પપ્‍પાએ મને રમતમાં ઝુકાવવા સતત પ્રેર્યો હતો. આજે હું જે કંઇ છું એ તેમના આશીર્વાદથી જ છુ.

(3:36 pm IST)