Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

ભારતની ૨૨ વર્ષની તુલિકા જુડોની ફાઇનલમાં: મેડલ પાકો

નવી દિલ્‍હીઃ ચાર વખત નૅેશનલ ચેમ્‍પિયન બનેલી ભારતની તુલિકા માન નામની બાવીસ વર્ષીય જુડોકા કોમનવેલ્‍થ ગેમ્‍સમાં વીમેન્‍સ ૭૮ કિલો વર્ગની ફાઇનલમાં પહોંચી જતાં તેણે મેડલ પાકો કર્યો હતો.

તેણે સેમી ફાઇનલમાં ન્‍યુઝીલેન્‍ડની સિડની એન્‍ડ્રયુઝને હરાવી દીધી હતી. જુડોમાં એલે સુશીલા દેવી અને વિજયકુમાર અનુક્રમે સિલ્‍વર અને બ્રોન્‍ઝ જીત્‍યાં હતાં.

(3:35 pm IST)