Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

મહિલા ક્રિકેટઃ ટીમ ઇન્‍ડિયા સેમી ફાઇનલમાં

બાર્બાડોસને ૧૦૦ રને પછાડયું જેમીમાની ફિફટી, રેણુકાની ૪ વિકેટ

નવી દિલ્‍હીઃ કોમન વેલ્‍થ ગેમ્‍સમાં ભારતીય મહિલા ટીમે બાર્બાડોસને ૧૦૦ રનથી હરાવ્‍યું હતું. જેમીમા રોડરીકસે અણનમ અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં રેણુકા સિંહે શાનદાર પ્રદર્શન કયું હતુ. ૧૦ઁ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. મેધના સિંહ, સ્‍નેહ રાણા અને રાધા યાદવે પણ એક-એક વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં પહોચી ગઇ છે.

ભારતે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૨ રન બનાવ્‍યા હતા. જવાબમાં બાર્બાડોસની ટીમ ૮ વિકેટે ૬૨ રન જ બનાવી શકી હતી.

(3:32 pm IST)