Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

રાજયકક્ષાની તરણ સ્‍પર્ધામાં આયુષ બરાસરાને પ ગોલ્‍ડ, ૧ બ્રોન્‍ઝ

રાજકોટ : સ્‍વીમર આયુષ બરાસરાએ હાલમાં યોજાવેલ રાજયકક્ષાની તરણસ્‍પર્ધામાં પાંચ ગોલ્‍ડ અને એક બ્રોન્‍ઝમેડલ મેળવીને રાજકોટનું નામ રોશન કર્યુ છે.વડોદરા મુકામે યોજાયેલ ખેલમહાકુંભ રાજયકક્ષાએ અન્‍ડર-૧૭માં બે ગોલ્‍ડ, તેમજ ગુજરાત સ્‍ટેટ જુનીયર એકવાટીક મેમ્‍પીયશીપમાં  જુદી-જુદી સ્‍વીમીંગ ઇવેન્‍ટમાં ત્રણ ગોલ્‍ડ અને એક બ્રોન્‍ઝમેડલ મેળવેલ છે. આ અગાઉ પણ અનકે સ્‍વીમીંગ કોમ્‍પીટીશનમાં મેડલ મેળવીને ગુજરાતને નેશનલ લેવલે રીપ્રેશન્‍ટ કરી ચૂકયા છે. તેમના કોચ નિમેષભાઇ ભારદ્વાજ અને બંકિમભાઇ જોશી પાસે તાલીમ લઇ રહેલ છે.

 

(3:29 pm IST)