Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ટિમ ડેવિડ બાઉન્‍ડરી રોકવા ગયો અને પેન્‍ટ ઊતરી ગયું!

નવી દિલ્‍હીઃ તાજેતરમાં આઇપીએલમાં મુંબઇ ઇન્‍ડિયન્‍સ વતી સાધારણ પર્ફોર્મ કર્યા બાદ કરાર મુજબ કાઉન્‍ટી ક્રિકેટમાં રમવા ગયેલો સિંગાપોરનો ૨૬ વર્ષનો ઓલરાઉન્‍ડર ટિમ ડેવિડ ફીલ્‍ડિંગ દરમ્‍યાન એક સમયે શરમજનક સ્‍થિતિમાં મુકાઇ ગયો હતો.

તે ફીલ્‍ડિંગ દરમ્‍યાન એક બાઉન્‍ડ્રી અટકાવવા ગયો ત્‍યારે ડ્રાઇવ મારતાં તે બોલ તો રોકી શકયો હતો, પણ પેન્‍ટને ઊતરતું નહોતો રોકી શકયો. ક્રોમેન્‍ટેટર્સ હસવાનું નહોતા રોકી શકયા અને પ્રક્ષકો પણ હસી પડયા હતા.

(3:08 pm IST)