Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

યુધ્‍ધનો અંત લાદોઃ પેલે

નવી દિલ્હી : કેન્‍સરની સારવારે લઇ રહેવા બ્રાઝિલના ફુટબોલ-લેજન્‍ડ પેલેએ રશિયાના પ્રમુખ વ્‍લાદિમીર પુતિનને યુક્રેનમાં યુદ્ધ રોકી દોવાની અપીલ કરી છે.

પેલેએ ઇન્‍સ્‍ટાગ્રામ પરની પોસ્‍ટમાં પુતિનને લખ્‍યું છે, ‘યુક્રેનમાં યુદ્ધનો અંત લાવી દો. આ હિંસાચાર ચાલુ રાખવામાં કોઇ ભલાઇ નથી. યુક્રેનના લોકો પરનું આક્રમણ તાત્‍કાલિક બંધ થવું જોઇએ.આ રમખાણ રોકવાની સત્તા તમારા હાથમાં છે.'

(3:03 pm IST)