Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

નંબર-વન ખેલાડી ઓસકા, મુગુરૂઝા હારી

નવી દિલ્‍હી : ૨૦૧૯માં વર્લ્‍ડ નંબર વન બનેલી જપાનની નાઓમી ઓસાકા અને ૨૦૧૭માં નંબર વન થનાર સ્‍પેનની ગાર્બિન્‍યે મુગુરૂઝા મેડ્રિડ ઓપનના બીજા રાઉન્‍ડમાં હારી ગઈ હતી. ચાર ગ્રેન્‍ડ સ્‍લેમ જીતી ચૂકેલી ઓસાકા ડાબા પગમાં ઈજાને કારણે જાડી પટ્ટી બંધાવીને રમી હતી. તેને સ્‍પેનની સારા સોરિબેસ ટોર્મોએ ૬-૩, ૬-૧થી હરાવી હતી, જ્‍યારે મુગુરુઝાને યુક્રેનની એન્‍હેલિના કલિનીનાએ ૬-૩, ૬-૦થી હરાવીને ત્રીજા રાઉન્‍ડમા ંપ્રવેશ કર્યો હતો.

(4:18 pm IST)