Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

રોહિતની અશ્વિને વિકેટ લેતા રિતિકા રડી પડતા પ્રીતીએ સાંત્‍વના આપી

નવી દિલ્‍હી : રવિચન્‍દ્રન અશ્વિનની એ પહેલી જ ઓવર હતી જેના ત્રીજા બૉલમાં તેણે રોહિતને આઉટ કરી દીધો હતો. રોહિત આઉટ થતાં રિતિકા રડી પડી હતી. જોકે અશ્વિનની પત્‍ની પ્રીતિ ત્‍યારે રિતિકાની બાજુમાં જ બેઠી હતી અને તેણે તરત ઊભી થઈને રિતિકાને શાંત પાડી હતી. સ્‍વાભાવિક છે કે અશ્વિને રોહિતની વિકેટ લીધી ત્‍યારે પ્રીતિએ કોઈ પણ પ્રકારની ખુશી વ્‍યક્‍ત નહોતી કરી. 

(4:17 pm IST)