Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ગાળ બોલી રહેલો ગંભીર કેમેરામાં કેદ

નવી દિલ્‍હી : ભારતીય ક્રિકેટનો ભૂતપૂર્વ બેટર ગૌતમ ગંભીર મેદાન પર મોટા ભાગે આક્રમક મૂડમાં જોવા મળતો હતો અને અત્‍યારે લખનઉ સુપર જાયન્‍ટ્‍સના મેન્‍ટર તરીકે પણ તે એવો જ મૂડ બતાવે એ સ્‍વાભાવિક છે, પરંતુ જો તે ઉત્‍સાહ કે ક્રોધમાં આવીને ગાળ બોલે એ તો જરાય ન શોભે. વાનખેડેમાં દિલ્‍હી કૅપિટલ્‍સ સામેની મેચના અંતે જ્‍યારે રોમાંચક  પળોમાં લખનઉએ વિજય મેળવ્‍યો ત્‍યારે ગંભીર પોતાના પર કાબૂ નહોતો રાખી શકયો અને આનંદના આવેશમાં તે અપશબ્‍દ બોલ્‍યો હતો જેનો વિડિયો ખૂબ વાઇરલ થયો છે.

(4:17 pm IST)