News of Saturday, 3rd February 2018

ઈન્ડિયા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પહોંચી સિંધુ

નવી દિલ્હી:રિયો ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની પી.વી. સિંધુએ સ્પેનની વર્લ્ડ રેન્કિંગમાં ૩૬મું સ્થાન ધરાવતી બેટરીઝ કોરાલેસને ૨૧-૧૨, ૧૯-૨૧, ૨૧-૧૧થી હરાવીને ઈન્ડિયા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે તેનો મુકાબલો થાઈલેન્ડની ઈન્થાનોન સામે થશે. જોકે અન્ય ભારતીય ખેલાડીઓ માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. વિમેન્સ સિંગલ્સમાં  સાયના નેહવાલ અને મેન્સ સિંગલ્સમાં સાઈ પ્રણિત તેમજ પી. કશ્યપ તેમજ શ્રીકાંત પણ પોતપોતાની મેચો હારીને બહાર ફેંકાયા હતા. સિંધુની સાથે સાથે ભારતના પ્રનવ જેરી ચોપરા ને એન.સિક્કી રેડ્ડીની મિક્સ ડબલ્સ જોડીએ પણ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે શાનદાર દેખાવ કરતાં ચીનના હાન ચેન્ગકાઈ અને ટોંગ વેઈ કાઓને ૨૧-૮, ૨૧-૧૩થી પરાજીત કરીને અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે વિમેન્સ સિંગલ્સમા ભારતની સાયના નેહવાલને અમેરિકાની બૈવાન ઝ્હાંગે ૨૧-૧૦, ૨૧-૧૩થી ક્વાર્ટર ફાઈનલમાં હરાવી હતી. ૩.૫૦ લાખ ડોલરની ઈનામી રકમ ધરાવતી ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સમાં ભારતના કિદામ્બી શ્રીકાંતને ૨૭-૨૫, ૨૧-૯થી મલેશિયાના ઈસકંદર ઝુલ્કરનૈનની સામે હારનો સામનો કરવો પડયો હતો. કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન કિદામ્બી શ્રીકાંતને ૧૬-૨૧, ૧૮-૨૧થી ચીનના કીઓ બીને અને સાઈ પ્રણિતને ૧૫-૨૧, ૧૩-૨૧થી તાઈવાનના ચોઉ ટીઈન ચેને હરાવ્યા હતા.

(4:41 pm IST)
  • 'ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ' (AIMPLB)નાં 'મોડલ નિકાહનામાં' માં નિકાહ દરમિયાન પતી દ્વારા પોતાની પત્નીને ભવિષ્યમાં ક્યારેય એક સાથે ત્રણ તલ્લાક નહી દયે તેવું લેખિતમાં સોગંધ લેવાની જોગવાઈ ઉમેરવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ૯ ફેબ્રુઆરીએ હેદરાબાદમાં શરૂ થનારી બેઠકમાં આ સુધારેલા મોડેલ નિકાહનામાં પર વિચાર-વિમર્શ થશે. access_time 12:57 am IST

  • ગયા વર્ષે યોજાયેલી ગોવામાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લાંચ સંબંધીત ટિપ્પણીના આક્ષેપો અંગેના કેસમાં તેમના વિરુદ્ધ નોંધાયેલ મામલામાં નોટિસ ફટકારાઇ છે. 8 ફેબ્રુઆરીના રોજ આ બાબત પરની આગામી સુનાવણી થશે. કેજરીવાલે જાહેરમાં મતદારોને ગોવા ચૂંટણીઓ દરમિયાન વિપક્ષી દળો દ્વારા મતદાનના બદલામાં આપવામાં આવતી કથીત લાંચ લઈ લેવાની અપીલ કરી હતી. access_time 12:59 am IST

  • વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પૂર્વ વિદ્યાર્થીએ હેડ ઓફીસમાં આગ લાગી : ફાયર ફાઈટરો ઘટનાસ્થળે : આગ લાગતા ૫૦થી વધુ કર્મચારીઓને ઓફીસની બહાર કાઢવામાં આવ્યા : પૂર્વ વિદ્યાર્થીએ આગ લગાડી હોવાની શંકાએ સિકયુરીટી ગાર્ડે આ વિદ્યાર્થીને ઝડપી લીધો access_time 9:31 am IST