Gujarati News

Gujarati News

News of Thursday, 2nd June 2022

ક્રિકેટર દિપક-જયાનું દિલ્‍હીમાં રીસેપ્‍શનઃ માહી, વિરાટ સહિતના ખેલાડીઓ હાજરી આપશે

નવી દિલ્‍હીઃ ભારતીય ફાસ્‍ટ બોલર દિપક ચહરે તેની ગર્લફ્રેન્‍ડ જયા ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા છે. દીપક અને જયાના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. દીપક ચહર સફેદ શેરવાની તો દુલ્‍હન પણ લાલ અને ગોલ્‍ડન રંગના લહેંગામાં ખૂબજ સુંદર લાગી રહી હતી. તેનો લહેંગો મનીષ મલ્‍હોત્રાએ ડિઝાઇન કર્યો છે. લગ્નમાં બંનેના પરિવાર ઉપરાંત નજીકના મિત્રોએ પણ હાજરી આપી હતી. આ પહેલા એક સંગીત સેરેમની ની તસ્‍વીરો દીપકના પિતરાઇ ભાઇ રાહુલ ચહરે ઇન્‍સ્‍ટ્રાગ્રામ સ્‍ટોરી પર ભાઇ અને ભાભીનો ફોટો શેર કર્યો છે. બંનેનું રિસેપ્‍શન દિલ્‍હીની આઇટીસી  મૌર્ય હોટલના કમળ મહેલમાં યોજાશે. જેમાં ઘણા ક્રિકેટરો પણ  હાજર રહી શકે છે.

 

(4:34 pm IST)