Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ધોની સહિત ૭ સામે FIR

ખાતરની બે કંપનીઓ વચ્‍ચેનો વિવાદઃ ધોનીએ આ કંપનીની જાહેરાત કરી હતી

નવીદિલ્‍હીઃ  પૂર્વ કેપ્‍ટન અને ધોની ફરી એકવાર ચર્ચામાં છે.  બિહારના બેગુસરાઈમાં કેપ્‍ટન કૂલ વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.  આ કેસમાં ધોની સિવાય ૭ અન્‍ય લોકોને આરોપી બનાવવામાં આવ્‍યા છે.  વાસ્‍તવમાં આ મામલો છેતરપિંડી સાથે સંબંધિત છે. આ કેસ ખાતર વેચનાર દ્વારા ધોની અને અન્‍ય ૭ લોકો વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્‍યો છે.  આરોપ છે કે ૩૦ લાખ રૂપિયાના ચેક બાઉન્‍સ થવાના મામલામાં આ કેસ નોંધવામાં આવ્‍યો છે.  વાસ્‍તવમાં આ બે કંપનીઓ વચ્‍ચેનો વિવાદ છે.  એક ખાતર કંપનીએ તેના ઉત્‍પાદનના વેચાણ માટે એસકે એન્‍ટરપ્રાઇઝ બેગુસરાય નામની એજન્‍સી સાથે બોન્‍ડ કર્યું હતું.  કંપની વતી ખાતર એજન્‍સીને મોકલવામાં આવ્‍યું હતું પરંતુ ત્‍યાંથી માર્કેટિંગનો સહયોગ મળ્‍યો ન હતો.  એવો આરોપ છે કે કંપનીએ ઉત્‍પાદનના વેચાણ દરમિયાન તેમને સહકાર આપ્‍યો ન હતો, જેના કારણે ખાતરનો મોટો જથ્‍થો બચ્‍યો હતો.  આ પછી એજન્‍સીના માલિક નીરજે કંપની પર અસહકારનો આરોપ લગાવ્‍યો અને કહ્યું કે તેના કારણે તેને નુકસાન થયું છે. બાદમાં કંપનીએ બાકીનું ખાતર પાછું ખેંચી લીધું હતું અને તેના બદલામાં તેમની એજન્‍સીના નામે ૩૦ લાખનો ચેક પણ આપવામાં આવ્‍યો હતો, પરંતુ તે બાઉન્‍સ થયો હતો.  તેની માહિતી કંપનીને લીગલ નોટિસ દ્વારા આપવામાં આવી હતી.  હજુ સુધી તેનું નિરાકરણ આવ્‍યું નથી કે કંપનીએ કોઈ યોગ્‍ય જવાબ આપ્‍યો નથી.  આ પછી કંપનીના સીઈઓ રાજેશ આર્ય અને કંપનીના અન્‍ય સાત પદાધિકારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો હતો.  આ પ્રોડક્‍ટની જાહેરાત મહેન્‍દ્ર સિંહ ધોની દ્વારા કરવામાં આવી હતી, તેથી તેનું નામ પણ ફરિયાદમાં નોંધાયેલ છે.

(4:31 pm IST)