Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

રાજકોટના મુસ્લિમ અગ્રણી ડો. એમ. કે. કાદરીના સુપુત્રીની શાદી સંપન્ન

 

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ શહેરના જાણીતા મુસ્લિમ અગ્રેસર અને સેવાભાવી તબીબ સૈયદ ડો. હાજી મુસ્તાક અહેમદ કાદરઅલી અને મીસીસ શહેનાઝબેન કાદરીના સુપુત્રી ડો. અકસાની નિકાહ રાજકોટ સ્થિત જનાબ હાજી સદરૂદીન અમીભાઇ બાદી (યશ ઇન્ટરીઅર-લક્ષ્મીનગર ત્થા પ્રમુખ મદીના મસ્જીદ ટ્રસ્ટ) અને મીસીસ પરવીનબેન હાજી ઇસ્માઇલભાઇ કુરેશી (પ્રોફેસર-એ. વી. પી. ટી. રાજકોટ)ના સુપુત્ર મેકેનીકલ એન્જીનીયર ઔસફ સાથે ગત તા. ૮ ને શનિવારના રોજ સંપન્ન થઇ હતી. આ પ્રસંગે હઝરત પીર તમંચેવાલે બાબા (રહે.) - વડોદરાના સુપુત્ર જનાબ સૈયદ વારસઅલી બાવા (વડોદરા) ત્થા સૈયદ હાજી બરકત શાહમીંયા કાદરી (રાજકોટ) સહિતના આમંત્રિતો, અગ્રેસરો, ઉલેમાઓ, સાદાત પરિવારો બંધન પાર્ટી પ્લોટ (૧પ૦ ફુટ રીંગ રોડ) રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતાં.

(11:19 am IST)