Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

રાણાવાવ, બોરડી ગામમાંથી જુગારીઓના કબ્જામાથી રોકડ રૂ.૭૨,૩૦૦ નો જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા હાલમા ચાલી રહેલ જન્માષ્ટમી તહેવાર સંબંધે  જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે I./C. LCB PI એન.એમ.ગઢવી તથા એલ.સી.બી.સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.ઓફીસ ખાતે હાજર હતા તે દરમ્યાન I./C. LCB PI એન.એમ.ગઢવી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, રાણાવાવ બોરડી ગામ, રામ મંદિર પાસે રહેતા આરોપી જીતેશ ડાયાભાઇ કંસારા(  રહે. બોરડી ગામ રામ મંદીર પાસે તા.રાણાવાવ જી.પોરબંદર)એ પોતાના કબ્જા ભોગવટાવાળા  રહેણાંક મકાનમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) જીતેશ ડાયાભાઇ કંસારા (રહે. બોરડી ગામ) (૨) કીશોર ડાયાભાઇ કંસારા (રહે. બોરડી ગામ ) (૩) જીગ્નેશ ભીખુભાઇ ઠકરાર (રહે. છાંયા રધુવંશી સોસાયટી) (૪) હબીબ બાબુભાઇ બાપોદરા (રહે. બોરડી ગામ) (૫) હરીશ શામજીભાઇ ગાધેર (રહે. બોરડી ગામ) (૬) રતીલાલ છગનભાઇ રાવત( રહે. બોરડી ગામ) (૭) કેતન સુરેશભાઇ વાઢેર(રહે. ભકિતનગર જામનગર )ના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂા.૭૨,૩૦૦  સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
 આ કામગીરીમા I./C. LCB PI એન.એમ. ગઢવી, તથા HC ઉદયભાઇ વરૂ, હરેશભાઇ આહિર, ગોવિંદભાઇ મકવાણા, જીણાભાઇ કટારા, કેશુભાઇ ગોરાણીયા, PC દિલીપભાઇ મોઢવાડીયા, કરશનભાઇ મોડેદરા,રવિરાજ બારડ, ગોવિંદભાઇ માળીયા વિગેરે રોકાયેલ હતા.

(1:09 am IST)