Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જામનગર જિલ્લાના જામજોધપુરમાં જુગાર રમી રહેલા ૧૪ શખ્સો ઝડપાયા

રૂ. ૬પપ૩૦ રોકડ સહિત ર.૭૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

જામનગર :  જીલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન જામનગરનાઓએ તેમજ ડીવાયએસપી કૃણાલ દેસાઇએ દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ થાય તે સારૂ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જામજોધપુર પોલીસ સ્ટેશનના આઇ/સી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. સવસેટા સાથે પોલીસ સ્ટાફના માણસો પો. સ્ટે. ખાતેથી પોલી હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા તથા પોલીસ કોન્સ. ઋષીરાજસિંહ રણજીતસિંહ વાળાને હકિકત મળેલ કે જામજોધપુરમાં રહેતો રોનકભાઇ પ્રવીણભાઇ કાલરીયા પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી પૈસાની હારજીત કરતો તીનપતી જુગારનો અખાડો ચલાવે છે જેથી સદરહું જગ્યાએ સાથેના સ્ટાફને લઇ રેઇડ કરતા આરોપીઓ ગંજીપતાના પાના -પર તથા કુલ રોકડ રૂ. ૬પ,પ૩૦ તથા ગંજીપતા પાના  તથા મોબાઇલ નંગ-ક્ષ્૪ જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦ તથા આઠ મો.સા. જેની કુલ કિ. રૂ. ર,૭૦,૦૦૦ ગણી કુલ મુદ્દામાલ રૂ. ૪,રપ,પ૩૦ સાથે પકડાઇ જતા અનોપસિંહ ભીખુભા જાડેજા પો. હેડ કોન્સ.ના ફરીયાદ રીપોર્ટ આધારે આઇ/સી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર. સવસેટાએ કાર્યવાહી કરી હતી.

આરોપીઓ (૧) રોનકભાઇ પ્રવીણભાઇ કાલરીયા રહે. સગર પા. ચકલા ચોક, શેરી નં. ૦ર રોનક જામજોધપુર (ર) ચીરાગભાઇ શાંતીલાલભાઇ રાબડસીયા જામજોધપુર (૩) અશ્વિનભાઇ ડાયાભાઇ કાંજીયા જામજોધપુર (૪) પંકજભાઇ ઉર્ફે પટ્ટી રૂપચંદભાઇ વાધવા જામજોધપુર (પ) હરેશભાઇ રામજીભાઇ ગોહેલ આઇકોન પ્લાજા -જામજોધપુર (૬) મહાવીરસિંહ પ્રવીણસિંહ જેઠવા, રહે. શેઠવાડવા, તા. જામજોધપુર (૭) આશીફભાઇ ઉર્ફે ભુરો સ/ઓ. ભુરાભાઇ રાવકરડા -જામજોધપુર (૮) ધવલ ઉર્ફે ભોદો રાજેશભાઇ કડીવાર -જામજોધપુર (૯) વિશાલભાઇ ગુણવંતભાઇ ચાવડા -  -જામજોધપુર (૧૦) મીતભાઇ સુરેશભાઇ મારસોરીયા  -જામજોધપુર (૧૧) ધ્રુવાભાઇ મહેન્દ્રભાઇ ફળદુ  -જામજોધપુર (૧ર) રવીભાઇ નીતીનભાઇ સુરેજા  -જામજોધપુર (૧૩) ડોલરભાઇ ઉર્ફે ડોલો ભરતભાઇ ગોહીલ રહે. ખેતલા શેરી  -જામજોધપુર (૧૪) કીશનભાઇ પ્રવિણભાઇ કારીયા રોનક  બધા  -જામજોધપુર વાળાની ધરપકડ કરી હતી.

આ કાર્યવાહી જામજોધપુર પોલીસ સ્ટશનના આઇ/સી પોલીસ ઇન્સ્પેકટકશ્રી એમ.આર. સવસેટા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ. અનોપસિંહ ભીખુભા જાડેજા તથા પો. કોન્સ. ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા તથા પો. કોન્સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો. કોન્સ. દિલીપસિંહ વાઘુભા જાડેજા તથા પો. કોન્સ. મેઘરાજસિંહ જયદેવસિંહ જાડેજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

(11:32 pm IST)