Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ટંકારા નજીક દારૂ ભરેલી કાર પલટી ગઈ, દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો: કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે તપાસ આદરી

ટંકારાની ખજુરા હોટલ નજીક જન્માષ્ટમીના દિવસે એક કાર પલટી મારી ગઈ હતી જે અકસ્માતગ્રસ્ત કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય જેથી પોલીસે કાર અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારા પોલીસ મથકના સિદ્ધરાજસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ખજુર હોટલ નજીક સ્કોર્પીઓ કાર જીજે ૦૩ બીએ ૦૦૫૦ વાળીમાંથી દેશી દારૂ ૧૭૫ લીટર કીમત રૂ ૩૫૦૦ મળી આવ્યો હોય જેથી પોલીસે કાર અને દારૂ તેમજ મોબાઈલ સહીત કુલ રૂ ૨,૦૮,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તો કાર ચાલક હાજર નહિ મળતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:09 pm IST)