Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોરબીના ખાટકીવાસ રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના ખાટકીવાસના રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્શોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાટકીવાસ રીક્ષા સ્ટેન્ડ પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા સુભાન આદમ ઉર્ફ ડાડો મોવર, વસીમ અસરફ કાસમાણી અને સોહિલ રસુલ સુમરા એમ ત્રણને દબોચી લઈને રોકડ રકમ રૂ ૧૧,૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:07 pm IST)