Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ભાવનગરના દરેડ ગામે દારૂ પીધા ત્રણ મિત્રો વચ્‍ચે માથાકુટ થતા એક મિત્રની કારમી હત્‍યા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૩૧ :  ભાવનગરનાં દરેડ ગામે દારૂ પીવા ગયેલા ત્રણ મિત્રો વચ્‍ચે બોલાચાલી થતા એક મિત્રની બીજા બે મિત્રોએ માથાનાં ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્‍યા કરી નાખ્‍યાનો બનાવ બનવા પામ્‍યો છે.

ખુનનાં આ બનાવથી પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામે રહેતા કોળી યુવાન નિલેશ ઉર્ફે ગલો મનસુખભાઇ ઓગણીયા (ઉ.વ.૧૯) તેના બે મિત્રો કલ્‍પેશ ઉર્ફે ચિનકો કનુભાઇ મોટાળીયા અને મુકેશ ઉર્ફે ભોલો લાલજીભાઇ મકવાણા સાથે દારૂ પીવા ઘેલો નદીના પટ્ટમાં ગયા હતા. આ દરમ્‍યાન નિલેશ ને તેના બે મિત્રો સાથે કોઇ બાબતે બોલાચાલી થતા આ બન્નેએ પથ્‍થર કે કોઇ બોથડ પદાર્થ વડે મુકેશના માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચાડી હત્‍યા કરી નાસી છુટયા હતા.

આ અંગે મૃતક નિલેશનાં ભાઇ વિપુલભાઇ મનસુખભાઇ ઓગણીયા એ વલ્લભીપુર પોલીસ સ્‍ટેશનમાં કલ્‍પેશ અને મુકેશ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતા પોલીસે હત્‍યાનો ગુન્‍હો નોંધી વધુ તપાસ પો. સ.ઇ. એચ. સી. ચુડાસમા ચલાવી રહ્યા છે. 

(8:18 pm IST)