Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મોટા દડવામાં કાકા દ્વારા કૌટુંબિક ભત્રીજી ઉપર બળાત્કાર :કાકાની ધરપકડ

(વિજય વસાણી દ્વારા આટકોટ.)      ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ તાબાના મોટા દડવા ગામે રહેતા જીતેન્દ્ર ઉર્ફે મુન્નો ગીરધરભાઇ વેકરીયા ઉપર.વર્ષ 36 નાએ પોતાની કૌટુંબિક ભત્રીજીને બ્લેક મેઇલ કરી ભગાડી જઇ વારંવાર શરીર સબંધ બાંધતા ભત્રીજીએ આટકોટ પોલીસમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
 આરોપી બે બાળકોનો પિતા છે.ભત્રીજી અભ્યાસ માટે બહાર રહેતી હતી ત્યાં તેને કોઇ યુવક સાથે મિત્રતા થઈ ગઇ હતી તેની જાણ કાકાને થઇ જતા નરાધમ કાકાએ આ વાતને લઇ યુવતીને બ્લેક મેઇલ કરી વારંવાર શરીર સબંધ બાંધ્યો હતો.

 

(3:56 pm IST)