Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં ભારે ભૂસ્ખલન : કેટલાક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા

રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક જામ : કોઈ ગાડી આ વિસ્તારથી પસાર થઈ રહી નથી:. પોલીસકર્મી દ્વારા કાટમાળ હટાવવાનો પ્રયત્ન

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન મંગળવારે સવારે મહારાષ્ટ્ર ઓરંગાબાદથી ભૂસ્ખલનના સમાચાર છે. અહીં ભારે ભૂસ્ખલન થયુ છે.

ઘણા વાહનો ભૂસ્ખલનના કાટમાળમાં દબાઈ ગયા છે. રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. કોઈ ગાડી આ વિસ્તારથી પસાર થઈ રહી નથી. પોલીસકર્મી કાટમાળ હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, વિદર્ભના પશ્ચિમી ભાગમાં ઓછા દબાણના વિસ્તારમાં મુંબઈ અને આના ઉપનગરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ ચાલુ રહેશે. મોટા ભાગના સ્થળ પર મધ્યમ વરસાદ થઈ શકે છે.

જુદા-જુદા સ્થળ પર ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. આગામી 2 કલાક દરમિયાન પૂર્વ, દક્ષિણપૂર્વ, પૂર્વોત્તર, ઉત્તર, દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, દાદરી, મેરઠ અને મોદીનગરના અલગ-અલગ સ્થળ અને આસપાસના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તીવ્રતાની સાથે વરસાદ થઈ શકે છે.

(1:54 pm IST)