Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ચોટીલાઃ ચામુંડા માતાના મંદિરે દર્શન કરવા સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા પગથિયા પર જ દીકરીને જન્મ આપ્યો

ગોધરાના મંડોડ ગામના રોશનીબેન નામના મહિલાને ૧૦૮માં હોસ્પિટલે ખસેડાઇ

સુરેન્દ્રનગરઃ શ્રાવણ મહિનાના ચોથા સોમવારની સાથે જન્માષ્ટમી પણ હતી. જન્માષ્ટમીના દિવસે મંદિરોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. ચોટીલા માતા ચાંમુડાના ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે અહીં દર્શન કરવા આવેલા એક સગર્ભા મહિલા પગઠિયા ચઢી રહ્યા હતા ત્યારે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉમટી હતી અને મહિલાની પગથિયા પર પ્રસૂતિ થઈ હતી. મહિલાએ ડુંગરના પગથિયા પર દીકરીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108માં મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઘટનાની મળેલી માહિતી પ્રમાણે ચોટીલામાં જન્માષ્ટમીના તહેવારને લઈને હજારો લોકો દર્શન માટે આવ્યા હતા. ત્યારે ગોધરાના મંડોડ ગામના રોશનીબેન નામના મહિલાએ પગથિયા પર પ્રસૂતિની પીડા ઉપડતા બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારબાદ 108ને ઘટનાની જાણ કરાતા એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી અને તે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

(11:23 am IST)