Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

જુનાગઢમાથી રૂ. 4,20,00 ની 948 બોટલ વિદેશી દારૂ ઝડપી લેતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ : પોલીસને જોતાં બુટલેગર દારૂ ભરેલી ગાડી છોડીને નાસી છૂટ્યો

જૂનાગઢ : જિલ્લાના ગાંધીગ્રામ વિસ્તારના લીસ્ટેડ પ્રોહી બુટલેગર સરમણ કરણા ભારાઇ એ પોતાના હવાલાની ઇકો ગાડી રજી.નં.૯/-11-ર૬5-4524માં ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ પેટી નંગ- ૬૮, તથા છુટી બોટલ નં.૧૩ર કુલ બોટલ નંગ - ૯૪૮ કુલ કિ.રૂ. ૪,ર૦,૦૦૦/- તથા ઇકો ગાડી કિ.રૂ. ર,૦૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુયના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટીનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ધોંસ બોલાવી દબોચી લઇ ગે. કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. તેમજ હાલ સાતમ આઠમના તહેવારો સબબ જિલ્લામાં પ્રોહીબીશન/જુગારની ગે. કા. પ્રવૃતિને સદંતર નેસ્તનાબુદ થાય તેવા ઉદેશથી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી આવી ગે. કા પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો. ઇન્સ. શ્રી એચ.આઇ. ભાટી તથા પો.સબ ઇન્સ. શ્રી ડી.જી. બડવા તથા પો.કોન્સ. કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારાને સંયુક્તમાં ખાનગીરાહે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, સફેદ કલરની ઇકો ગાડી નં.જીજે-૦૧-આરએસ-૪૫ર૨૪ માં સરમણ કરણા રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ સીંધી સોસાયટી વાળો પોતાના હવાલાની ઇકો ગાડીમાં ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બીલખા રોડ થઇ લીરબાઇ પરા રેલ્વે ફાટક થઇ ગાંધીગ્રામમાં જનાર છે. તેવી ચોકકસ બાતમી હકિકત મળતા એફ.એમ.પોલીસ લાઇન થઇ લીરબાઇપરા રેલ્વે ફાટક પાસે આવી વોચમાં રહેતા હકિકત વર્ણન વાળી ઇકો કાર આવતા જોવામાં આવતા, જે ગાડીનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ઇકો કાર રેઢી મુકી નાશી જતા મજકુરના હવાલની ઇકો કારમાં જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- ૬૮ તથા છુટી બોટલ નંગ-૧૩૨ કુલ બોટલ નંગ - ૯૪૮ કિ.જ્ર. ૪,૨૦,૦૦૦/- તથા ઇકો કાર કિ.રૂ. ર,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૬,૨૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી સી ડીવીજન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ રજી કરાવેલ.

કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
* મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હિસ્કી પસટી નંગ-૩૯ તથા છુટી બોટલ નંગ-૭૨ મળી કુલ બોટલ નંગ- ૫૪૦ કિ.રૂ. ર,૧૬,૦૦૦/-
* રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીશ્કી પેટી નંગ-૨૯ તથા છુટી બોટલ નંગ-૬૦ મળી કુલ બોટલ નંગ-૬૦ મળી કુલ બોટલ નંગ-૪૦૮ કિ.રૂ. ર,૦૪,૦૦૦/-
* સફેદ કલરની ઇકો ગાડી નં.જીજે-૦૧-આરએસ-૪૫૨૪ કિ.ર્‌.ર,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૬,૨૦,૦૦૦/-


સારી કામગીરી કરનાર પો.અધિ/કર્મચારીઃ-
આ કામગીરીમાં ઇ.ચા પો.ઇન્સ. શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.જી. બડવા તથા એ.એસ.આઇ. વિ.એન. બડવા તથા પો.હે. કોન્સ. એસ.એ. બેલીમ, વી.કે. ચાવડા, નિકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, સાહિલભાઇ સમા, ભરતભાઇ ઓડેદરા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા તથા ડ્રા. પો.કોન્સ. જગદિશભાઇ ભાટુ, મુકેશભાઇ કોડીયાતર વિગેરે સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(11:11 pm IST)